મુંબઈ તા. 29 ડિસેમ્બર, 2020, મંગળવાર
ગયા બે અઠવાડિયાથી સસ્તા થયેલા અને સર્વ સામાન્ય ગ્રાહકોને રાહત આપનારા શાકભાજીના દરોમાં હવે ફરી ઉછાળો આવ્યો છે શાકભાજીની માગણી વધતાં શાકભાજીના દરો વધી રહ્યા હોઈ છુટક બજારમાં ૧૫થી ૪૦ રૃપિયા શાકભાજીમાં થયા છે. થાણા શહેરમાં બે અઠવાડિયા પહેલા શાકભાજીના દર વધ્યા હતા. પરંતુ ત્યારબાદ ફરી શાકભાજીના દરો ઘટયા હતા. આ મહિનામાં અનેક વ્યક્તિ ઉપવાસ રાખે છે અને આ મહિનામાં માંસાહાર પણ કરતા નથી તેથી આ મહિનાની શરૃઆતતમાં શાકભાજી સસ્તાં થતાં નાગરિકોને થોડીક રાહત મળી હતી પરંતુ હવે પછી શાકભાજીના દરોમાં વધારો થયો છે.
માગશર મહિનામાં ભાજીની મોટા પ્રમાણમાં માગ વધતી હોવા છતાં પુના, નાશિક જિલ્લામાં કૃષી ઉત્પન્ન બજાર સમિતીમાં શાકભાજીની આવક ઘટી છે. તેથી શાકભાજીના દરો વધ્યા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WW8w7e
via IFTTT
Comments
Post a Comment