રજનીકાન્તે ખરાબ સ્વાસ્થ્યના કારણે ચૂંટણી નહિં લડવાનો નિર્ણય લીધો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.29 ડિસેમ્બર 2020, મંગળવાર

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તે ૭૦ વરસની વયે રાજકારણમાં ઝંપલાવાનો નિર્ણય ફેરવી તોળ્યો છે. હવે તે ચૂંટણીમાં હિસ્સો લેવા માંગતા નથી. તેમણે મંગળવારે તમિલમાં એક ચિઠ્ઠી લખીને જણાવ્યું છે કે, તે ચૂંટણીમાં ઉતર્યા લીધા વગર જ લોકોની બહારથી સેવા કરશે

રજનીએ પોતાના ખરાબ સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને રાજકારણમાં આવવાનો નિર્ણય બદલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતુ ંકે, તે પોતાના સમર્થકોને કોઇ પણ રીતે તકલીફ આપવા માંગતા નથી. તેમણે સાથેસાથે એમ પણ કહ્યું હતું કે મારા આ ફેંસલાથી મારા ચાહકો નિરાશ થશે, પરંતુ મને ખાતરી છે કે તેઓ મને માફ કરશે. 

રજનીકાન્તના બ્લડપ્રેશરમાં ચડ-ઊતર થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. બે દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેમજ ડોકટરે તેમને એક અઠવાડિયાનો બેડ રેસ્ટ અને ઓછામાં ઓછી ફિઝિકલ એકટિવિટીઝ અને કોરોનાથી  બચવાની સલાહ આપી છે. 

ઉલ્લેખનીય છે કે, અભિનેતાએ ૩ ડિસેમ્બરના રોજ કહ્યું હતુ ંકે તેઓ નવી પાર્ટી બનાવશે. તેમજ  ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણી પણ લડશે. પરંતુ હવે તેમનું સ્વાસ્થ્ય કથળતા તેમણે આ નિર્ણય બદલાવી નાખ્યો છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aTtn3i
via IFTTT

Comments