તાપમાનનો પારો ઊંચકાયો પરંતુ લોકોને ઠંડીમાં કોઈ રાહત ન મળી

ભુજ, બુાધવાર

પર્વતીય રાજ્યોમાં પડેલા ભારે બરફને પગલે કચ્છમાં તાપમાનનો પારો છેલ્લા ત્રણ દિવસાથી ગગડયા બાદ ફરી ઉચે ચડયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ૬.૪ ડિગ્રી ઉંચકાઈને ૯.૧ ડિગ્રી પર સિૃથર રહ્યો હતો. કંડલા (એ)માં ૯.૧ ડિગ્રી, ભુજમાં ૧૦ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧૧.૩ ડીગ્રી નોંધાયું હતું. 

સિવીયર કોલ્ડવેવની આગાહી વચ્ચે તાપમાનનો પારો ઉચે ચડયો હોવા છતાં ઠારની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. લોકોને ઠંડીથી રાહત મળવા પામી ન હતી. ઉત્તર તરફાથી ફુંકાઈ રહેલા ઠંડા વાયરાઓએ લોકોને ધુ્રજાવી દીધા હતા.

નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન ૧૮ મી ડીસેમ્બરના ૨.૫ ડીગ્રી નોંધાયું હતું. અગિયાર દિવસ બાદ ફરી ૨.૭ ડીગ્રીના આંકે પારો સિૃથર રહ્યો હતો. એક જ રાતમાં સાડા છ ડીગ્રી જેટલો વાધારો થઈને ૯.૧ ડિગ્રીના આંકે પારો પહોંચી ગયો હતો. 

તાપમાનનો પારો ઉંચે ચડયો હોવા છતાં ઠારની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. જિલ્લામાં છેલ્લા ૧૭ દીવસાથી ઠંડીનું મોજુ ફરી વળતા સવારે અને સાંજના સમયે એસ.ટી. બસ તાથા ખાનગી વાહનોમાં પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. ગરમવસ્ત્રો પહેરવા છતાં ઠંડીની અસરાથી લોકો બચી શકતા નાથી. જોડી સાંજાથી માર્યો સુમસામ થઈ જતા હોય છે.

બજારોમાં પણ સવારે અને સાંજે ઠંડીની અસર વર્તાતા દુકાનો સવારે મોડેાથી ખુલવી અને રાત્રીના વહેલી બંધ થઈ જાય છે. ભુજમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૫૮ ટકા અને સાંજે ૧૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ વાધીને પ્રતિકલાક સરેરાશ ૯ કિમીની રહેવા પામી હતી. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3puc7FM
via IFTTT

Comments