થાણે, કલ્યાણ ભિવંડીમાં ન્યુ યર પાર્ટી પર પોલીસની ચાંપતી નજર


મુંબઇ,તા.30 ડિસેમ્બર, 2020, બુધવાર

થાણે, કલ્યાણ, ભિવંડમાં ન્યુ-યરની પાર્ટીઓ અને ઉજવણી પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ સજ્જ થઇ ગઇ છે. લગભગ પાંચ હજારથી વધુ પોલીસોનો બંદોબસ્ત રાખવામાં આવશે. થાણે પોલીસ કમિજરેટ  ક્ષેત્રમાં  ડેપ્યુટી પોલીસ કમિશનર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનરો, પોલીસ ઇન્સ્પેકટરો - સબ ઇન્સ્પેકટરો, કોન્સ્ટેબલો ઉપરાંત એસઆરપીએફની કંપની, આર. સી. પી. પ્લાટૂન અને હોમગાર્ડના જવાનો બંદોબસ્ત જાળવશે. થાણે પોલીસ કમિશનરે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને નવા વર્ષને વધાવવા માટેની જાહેર ઉજવણી કરવાને બદલે ઘરે જ ઉજવણી કરવાની સલાહ આપી છે.  થાણે મમ્યુનિસિપલ કમિશનર ડૉ. વિપીન શર્માએ લોકોને તાકીદ કરી છે કે કોરોના નિયંત્રણમાં આવ્યા છતાં હજી જોખમ ટળ્યું નથી તેનો ખ્યાલ રાખીને લોકો સંયમપૂર્વક ઉજવણી કરે.

બ્રિટનમાં ઉદભવેલા કોરોનાના નવા સ્વરૃપે હવે મહારાષ્ટ્રમાં પણ પગપેસારો કર્યો હોવાની ચોંકાવનારી માહિતી  સામે આવી છે. એટલે જ મુંબઇ સહિત અન્ય મોટા શહેરોમાં વધુ નકેદારી રાખવામાં આવી રહી છે. થાણેમાં તમામ ડેપ્યુુટી પોલીસ કમિશનરો, ૧૭ આસીસ્ટન્ટ કમિશનરો, ૧૨૮ પોલીસ ઇન્સ્પેકટર, ૧૫૦ સબ-ઇન્સ્પેકટર, ૩૫૦૦ પોલીસમેન, ૯૫૦ મહિલા પોલીસ બંદોબસ્ત જાળવવા માટે સજ્જ થઇ ગયા છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rDzcro
via IFTTT

Comments