હળવદના માથક ગામે આઠ જેટલા ગૌવંશ પર હિચકારો હુમલો કરાયો


- ધારિયા જેવા તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા શખ્સને ગ્રામજનોએ પકડી પોલીસને સોંપ્યો

હળવદ, તા.  31 ડિસેમ્બર 2020, ગુરુવાર


હળવદ પંથક ગૌવંશ ઉપર સતત હુમલાઓથી ખળભળી ઉઠયું છે. સંબધિત તંત્રના પાપે ગૌવંશ ઉપર વધુ એક હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં હળવદ તાલુકાના માથક ગામે આઠ ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથીયારો વડે ઘાતકી હુમલો કરાયો હતો. આથી, ગૌવંશ ઉપર સતત હુમલાઓથી રોષે ભરાયેલા જીવદયાપ્રેમીઓ એક હુમલાખોરને પકડી પાડયો હતો. આ હુમલાખોરને હળવદ પોલીસને હવાલે કર્યો હતો.

હળવદ તાલુકાના માથકમાં આઠ ગૌવંશ પર ધારીયાના કવાડા જેવા તિક્ષણ હથિયારના વડે ગૌવંશ પર હિચકાર હુમલો કરતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી  ફેલાઇ હતી.

હળવદ તાલુકામાં સતત ગૌવંશ પર હુમલા થઇ રહ્યા છે. છેલ્લા  એક મહીનામાં ૩૫થી વધુ  આખલા પર જીવલેણ હુમલાનો બનાવ બન્યા છે. જે બાબતે જીવદયા પ્રેમીએ લેખીત રજુઆત કરી પોલીસને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. નવા ધનાળા ગામે  કોઈ  નરાધામે પાંચ નંદીઓ અને ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેની હજી શાહી સુકાઇ નથી ત્યાં હળવદ તાલુકાના માથક ગામે વધુ આઠ જેટલા  આખલા પર તિક્ષણ હથીયાર વડે હુમલો થતા ગામલોકો જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. માથક ગામના સરપંચ ગ્રામજનો જીવદયાપ્રેમીઓ ઇજાગ્રસ્ત ગૌવંશની સારવારની તજવીજ હાથ ધરવામાં આવી છે. હુમલો કરનાર રાજુ નામના  શખ્સને ગ્રામજનોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો. આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓની લાગણી અને માગણી ઉઠવા પામી છે. હળવદ પોલીસને ઘટના સ્થળે  પહોંચી આરોપીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પંથકમાં ગૌવંશ પર  હુમલાઓની ઘટનાઓ અટકવાનું નામ લેતી ન હોય  હીંચકાર હુમલાની ઘટના બની હતી. ગૌવંશને ટાર્ગેટ કરી આ અબોલ પશુઓની પીઠ ઉપર કુરતાપૂર્વક તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકયા હતા. ઘાતકી હુમલાઓ થતા આઠ જેટલા  ગૌવંશ લોહી લુહાણ હાલતમાં ગામમાંથી મળી આવતા જીવદયાપ્રેમીઓ ભારે રોષ વ્યાપી ગયો હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WZbMP1
via IFTTT

Comments