હાઉસિંગ સોસાયટીઓએ યુકેથી તાજેતરમાં પાછી ફરેલી વ્યક્તિઓ વિશે બીએમસીને જાણ કરવી પડશે


મુંબઈ,તા.30 ડિસેમ્બર, 2020, બુધવાર

કોવિદ-૧૯નો નવા પ્રકારનો વાયરસ ફેલાવાનો ભય હોવાથી મુંબઈ મહાપાલિકાએ પોતાના તમામ વોર્ડ ઓફિસરો, રહેણાંક સોસાયટીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલોને યુકે અથવા મધ્ય-પૂર્વમાંથી પાછા ફરેલા કોઈ પણ દર્દી કે સોસાયટીના સભ્ય વિશે પોતાને માહિતી આપવા જણાવ્યું છે. અત્યાર સુધીમાં વિદેશથી આવેલા ૨૬૦૦ પેસેંજરોનો સંપર્ક કરાયો છે, જે પૈકી ૧૨૦૦ વ્યક્તિઓએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. પાલિકાના અધિકારીઓના જણાવવા મુજબ તેઓ દરેક પેસેંજર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કોવિદ પોઝિટીવ દર્દીોની સારવાર માટે સેવલ હિલ્સ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

દુબઈ થઈને મુંબઈ આવેલા ત્રણ મુસાફરોને શોધીને પછીથી એમને ક્વોરન્ટાઈન કરાયા બાદ પાલિકાએ ઉક્ત સૂચના બહાર પાડી છે. યુકે અને યુરોપ તતા મધ્ય પૂર્વના દેશોમાંથી ૨૫ નવેંબરથી ૨૮ ડિસેંબર વચ્ચે લગભગ ૨૬૦૦ મુસાફરો મુંબઈ આવ્યા છે.

બીએમસીના અતિરિક્ત પાલિકા કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે કોરોના પોઝિટીવ જણાયેલા ૧૨ પેસેંજરોમાંથી છ જણના રિપોર્ટ પછીથી નેગેટીવ આવ્યા હતા. જોકે, અમે વધુ તપાસ માટે એમના રિપોર્ટસ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીને મોકલી આપ્યા છે. મોટાભાગના પેસેંજરો પોતાના સ્થળોએ ચાલ્યા ગયા હોવાથી અમે એમના સંપર્કમાં આવેલા લોકોને શોધી રહ્યા છીએ.

બીએમસીના એક્ઝિક્યુટીવ હેલ્થ ઓફિસર ડો. મંગલા ગોમરેએ એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકારે મુંબઈ પાછા ફરેલા પેસેંજરોની વિગતો મહાપાલિકાને આપી છે. આરોગ્ય અધિકારીઓ  એ લોકોને શોધી રહ્યા છે. કાકાનીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ તમામ પેસેંજરોના ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ લેશે અને અત્યારસુધીમાં ૧૨૦૦ પેસેંજરો ટેસ્ટ કરાવી ચુક્યા છે. તેમણે પેસેંજરોના સંપર્કમાં આવેલા લોકોની યાદી રાજ્યના તમામ જિલ્લાઓને મોકલી તેમને એવી જાણકારી છે કે યુકે અથવા મધ્ય પૂર્વની પાછા ફરેલા આ પેસેંજરોને ક્વોરન્ટાઈન કે આઇસોલેશનમાં રાખવાની જરૃર છે.ે




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WUaxka
via IFTTT

Comments