(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.30 ડિસેમ્બર 2020, બુધવાર
સલમાન ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ રાધેના શૂટિંગને પુરુ કર્યું છે. હવે આ ફિલ્મને લઇને નવા સમાચાર એ છે કે, તેણે તગડી રકમ લઇને આ ફિલ્મના હક્ક ઝી સ્ટુડિયોઝને વેંચી દીધા છે. પહેલા આ ફિલ્મ યશરાજ ફિલ્સના બેનર હેઠળ રિલીઝ થવાની હતી.
રિપોર્ટના અનુસાર, સલમાને ફિલ્મ રાધે ઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇના સેટેલાઇટ, થિયેટ્રિકલ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટસ ઝી સ્ટૂડિયોઝને રૂપિયા ૨૩૦ કરોડમાં વેંચી દીધા છે. કોવિડ દરમિયાન આ મોટી ડીલ ગણાઇ રહી છે. આ ડીલ માટે મેકર્સ અને ઝીની લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.
સલમાન અને ઝી વચ્ચે થયેલા કરાર બન્ને માટે ફાયદાકારક પરિણામ લાવશે તેવી આશા સલમાન સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે. સલમાનની ફિલ્મો સારો બિઝનેસ કરતી હોય છે. આ ફિલ્મને આવતા વરસની ઇદ પર રિલીઝ કરાની યોજના છે.
મળેલી વાત અનુસાર, રાધે માટે પહેલા યશરાજ સાથે વાતચીત થઇ રહી હતી, પરંતુ અંતિમ નિર્ણય લઇ શકાયો નહોતો. અંતે સલમાને ઝી સાથે ડીલ કરી લીધી. ભૂતકાળમાં પણ સલમાને ઝી સાથે ડીલ કરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ofbgIZ
via IFTTT
Comments
Post a Comment