- આગામી ત્રણ દિવસ સુધી હાડ થીજાવતી ઠંડીનો પ્રકોપ રહેવાની આગાહી : રક્ષણ માટે તાપણા કરવા પડયા
ઉત્તર ભારતના હવામાનમાં આવેલ પરિવર્તનની અસર હળવદ રણકાંઠા વિસ્તારમાં પણ વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે બફલા ઠારથી જનજીવન પ્રભાવીત થયું હતું. રણકાંઠા વિસ્તારમાં કોલ્ડવેવની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. આજે ઠારનું પ્રમાણ વધુ રહેતા ચોતરફા હાડ ગાળતી ઠંડી અનુભવાઈ હતી જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડી એ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના સતત બીજા દિવસે ગુજરાતના અનેક શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન નીચે નોંધાયું છે. રાજ્યના તમામ મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગુજરાતીઓ ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. બરાબરનો શિયાળો જામ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષથી ઠંડીનું જોર વધ્યું છે. હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. ત્યારે હળવદ અને રણકાંઠાના વિસ્તારમાં બર્ફીલા પવનથી જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. લોકોએ તાપણાંનો સહારો લીધો છે. હાડ થિજાવતી ઠંડીએ બોકાસો બોલાવ્યો છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hvLAVR
via IFTTT
Comments
Post a Comment