નવા વર્ષનું સ્વાગત શાંતિથી અને સાદાઈથી ઉજવણી કરવી : ગૃહ પ્રધાન અનિલ દેશમુખ


મુંબઈ તા. 30 ડિસેમ્બર, 2020, બુધવાર

કોરોનાનું સંકટ ટળ્યું નથી. સાવચેતી રાખવી જરૃરી છે. આથી આવનારા નવા વર્ષનું સ્વાગત શાંતિથી અને સાદાઈથી ઉજવવાની અપીલ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજ્યના નાગરિકોને કરી છે. 

આવતી કાલે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ પૂર્ણ થાય છે. પરંતુ નવા વર્ષની ઉજવણી માત્ર રાતે ૧૧ વાગ્યા સુધી હોટેલ, પબ, બાર ખુલ્લા રહેશે. અને રાતે ૧૧ વાગ્યા બાદ સર્વ બંધ રહેશે.રાતે ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ છે. એટલે લોકોએ ઘરની બહાર નીકળવું નહીં. અત્યાવશ્યક સેવા ચાલુ રહેશે, દવાની દુકાન મિત્ર પાસે જવા પર બંધન નથી. પરંતુ સાર્વજનિક ઠેકાણે પાંચ કરતાં વધુ એકત્રિત થવા પર પ્રતિબંધ છે. નાગરિકોએ રાજ્ય સરકારે આપેલી નિયમાવલીનું પાલન કરવું એવી અપીલ દેશમુખે કરી હતી. 

હિલ સ્ટેશનો પણ પર પ્રતિબંધોનો અમલ સખતાઈથી કરવા જિલ્લા પોલીસ સુપરીન્ટેન્ડન્ટને આદેશ અનિલ દેશમુખે આપ્યો છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Xq2hE
via IFTTT

Comments