ખેડૂતોના હિતમાં જાન્યુઆરીમાં દિલ્હીમાં ફરી 'રણેચડવા' અણ્ણા હઝારેની ઘોષણા


મુંબઇ, તા.29 ડિસેમ્બર, 2020, મંગળવાર

ફરી એક વખત હું જાન્યુઆરીમાં દિલ્હી જઇશ અને 'ધર્મયોદ્ધો' બનીને દેશના ખેડૂતો માટેની લડાઇ લડીશ એવી ઘોષણા ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશના મશાલચી અણ્ણા હઝારેએ કરી છે.

તેમની માગણીઓમાં શાકભાજી, ફળફળાદિ તથા દૂધ માટે કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટલ એન્ડ પ્રાઇસીસ એન્ડ મિનિમમ સપોર્ટ પ્રાઇસીસ (એમએસપી) માટેની સ્વાયત્તતાનો સમાવેશ થાય છે.

હઝારેએ જારી કરેલા નિવેદનમાં જણાવાયુ હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ખેડૂતોની સમસ્યાનો ખ્યાલ આપવા તેમણે બે વખત આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું પણ દરેક વખતે કેન્દ્ર સરકારે આપેલી બાંયધરીઓનું ક્યારેય પાલન કરવામાં આવ્યું  ન હતું.

હઝારેએ જણાવ્યું હતું કે મને લાગે છે કે બાંયધરીઓ તો ઘણી બધી આપવામાં આવી છે પણ (હવે) સરકારે નક્કર પગલું લેવું જોઇએ.. અન્યથા હું દિલ્હીમાં આંદોલન કરવા મક્કમ છું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rFcZJl
via IFTTT

Comments