મુંબઈ તા. 30 ડિસેમ્બર, 2020, બુધવાર
ચોમાસામાં મુંબઈમાં પાણીજન્ય રોગ જેવા કે ડેંગ્યુ, લેપ્ટોસ્પાઇરોસિસ, સ્વાઇન ફ્લુ, ગેસ્ટ્રો અને હિપેટાઇટિસ (પેટ સંબંધિત રોગ) બીમારીમાં વર્ષ ૨૦૨૦માં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯ની તુલનામાં મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હકીકતમાં કોરોના વાઇરસ ચેપ રોગચાળાના પગલે લેવાયેલી ઉપાય યોજનાને કારણે પાણીજન્ય બીમારીમાં ઘટાડો થયો હોવાનું મુંબઈમ મહાગનર પાલિકાના આરોગ્ય વિભાગનો દાવો છે. જોકે મલેરિયાનો પ્રકોપ વધી ગયો હતો.
પાલિકાએ આપેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯ની તુલનામાં લેપ્ટોસ્પાઇરોસિસ બીમારીમાં ૧૫.૬૬ ટકા ઘટાડો થયો છે.
એડિઅ ઇજિપ્તના મચ્છરને લીધે થનારી ડેંગ્યુની બીમારીમાં ૮૬.૦૬ ટકા, ગેસ્ટ્રો અને હિપેટાઇટિસના દરદીમાં અનુક્રમે ૬૮.૧૯ અને ૮૩.૧૨ ટકા તેમ જ સ્વાઇન ફ્લુ દરદીની સંખ્યામાં ૯૦.૨૦ ટકા થયો છે. મલેરિયામાં ૧૧.૮૭ ટકા વધારો નોંધાયો છે. આથી કોરોનાને લીધે આ વર્ષે ચોમાસામાં પાણીજન્ય બીમારીનો ફેલાવોન થતાં મુંબઈગરાને રાહત મળી છે.
પાલિકાના આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારે જણાવ્યું હતું કે જંતુનાશક વિભાગ દ્વારા મચ્છરો પેદા થતાં સ્થળોનો તપાસ યોગ્ય રીતેકરી છે. દવાનો છંટકાવો કર્યો હોવાથી મચ્છરોનો ઉપદ્રવ ઘટી ગયો છે. લોકડાઉનને લીધે ચોમાસામાં પાણીજન્ય બીમારીમાં ઘટાડો થયો છે. જોકે મલેરિયામાં વધારો નોંધાયો છે. આ અંગે તપાસ કરાશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nXl89U
via IFTTT
Comments
Post a Comment