દક્ષિણનો અભિનેતા રામ ચરણ કોરોનાના સપાટામાં


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.29 ડિસેમ્બર 2020, મંગળવાર

દક્ષિનો સુપરસ્ટાર રામ ચરણ કરોનાના સપાટામાં આવ્યો છે. અભિનેતાએ મગળવારે સોશિયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું હતું. 

રામ ચરણે કહ્યું હતું કે, તે કોરોનાગ્રસ્ત થયો હોવાથી હાલ આઇસોલેશનમાં છે તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોએ પોતાની ટેસ્ટ કરાવી લેવી. તેણે ટ્વિટ કર્યું છે કે, મારો કોવિડ -૧૯ ટેલ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે મને કોરોનાના કોઇ લક્ષણ મારામાં દેખાતા નથી. હું આઇસોલેશનમાં છે. મને આશા છે કે હું જલદી  જ સારો થઇને પાછો આવીશ. મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી  છે કે પોતાની ટેલ્ટ કરાવી લે. 

ઉલ્લેખનીય છે કે, રામ ચરણે ગયા અઠવાડિયે ક્રિસમસ પાર્ટી રાખી હતી. જેમાં દક્ષિણના ટોચના સ્ટાર્સ સામેલ થયા હતા. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34QziSz
via IFTTT

Comments