મહારાષ્ટ્રમાં 31 જાન્યુઆરી સુધી લોકડાઉન કાયમ, ઠાકરે સરકારનો નિર્ણય


મુંબઈ તા. 30 ડિસેમ્બર, 2020, બુધવાર

વિશ્વમાં કોરોનાના સંકટને ટાળવા પર નવા કોરોનાના અવતારનો ભય ફેલાયો છે. ભારતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા પ્રકારના વાઇરસના કેસ મળી આવ્યા છે. આથી એક સાવચેતી લેવી જરૃરી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના સંકટના પુનરાવર્તનો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આના કારણે ઠાકરે સરકારે ૩૧મી જાન્યુઆરી સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવ્યું છે. તેમ જ મિશન બિગેન અગેનમાં અંતર્ગત નિયંત્રણ પણ મૂકાયેલી હળવાશો રાબેતા મુજબ રહેશે.  

જોકે રાજ્ય સરકારે મિશન બિગેન અગેન હેઠળ પ્રતિબંધો હળવા કરી દીધા છે, છતાં કેટલીક બાબતોને મંજૂરી હજી સુધી મળી નથી. આમાં મુંબઈની ઉપનગરીય ટ્રેનનો સમાવેશ થાય છે. જોકે એવું કહેવામાં આવે છે કે મુંબઈની ઉપનગરીય સેવા ટૂંક સમયમાં શરૃ થશે. હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલના નિયંત્રણો ૩૧ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. 

રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર કોરોનાના પ્રસાર રોકવા માટે કરેલા કામથી સંતુષ્ટ છે. કોરોના ફેલાવાને રોકવા માટે રાજ્યમાં લોકડાઉન ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી વધારવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે આ અગાઉ ૩૦મી સપ્ટેમ્બર અને ૧૪મી ઓક્ટોબરના રોજ મિશન બિગેન અગેન હેઠળ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા ૩૧ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આ નિયમોનો કડક અમલ કરવો પડશે. આ ઉપરાંત અગાઉના બધા મંજૂરી આપેલી તમામ વસ્તુઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

બ્રિટનથી આવેલા કેટલાક પ્રવાસીઓમાં નવા પ્રકારના કોરોના વાઇરસ મળી આવ્યા હોવાથી સાવચેત રહેવાની જરૃર છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દરદી અને મૃતકોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે, પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. આથી કાળજી લેવી જરૃરી છે, એમ સરકારે નાગરિકોને અપીલ કરી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aWBifW
via IFTTT

Comments