મુંબઈ તા. 30 ડિસેમ્બર, 2020, બુધવાર
પુણેમાં એક સોસાયટીમાં ચોરી કરવા ઘૂસેલા આરોપીઓનો સામનો કરવાને બદલે ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયેલા બે પોલીસ કોન્સ્ટેબલને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બનાવને લીધે પોલીસની છબી ખરડાય હોવાનુ કહેવાય છે.
પુણેના ઔંધમાં આવેલી સોસાયટીમાં આરોપીઓ ચોરી કરવા ઘૂસ્યા હતા. તેમણે વૉચમેનને ચાકૂથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલાની પોલીસને જાણ કરવામા આવી હતી. બાદમાં બાઇક પર બે પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણ ગોરે અને અનિલ અવઘડે ત્યાં આવ્યા હતા. પણ ચોરને પકડવાની કાર્યવાહી કરવાને બદલે બાઇક પરથી એક કોન્સ્ટેબલ પલાયન થઇ ગયો હતો જયારે બીજાએ ચોરની પકડવાનો પ્રયત્ન પણ કર્યો નહોતો.
આમ તેમણે પોતાની ડયુટી દરમિયાન બેદરકારી દાખવી હતી. પોલીસનો નાસી જવાનો વીડિયો લોકોમાં ફરતો થયો હતો. આથી જાતજાતની ચર્ચા થઇ રહી હતી. છેવટે બંને પોલીસ કર્મચારીને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pA4cqr
via IFTTT
Comments
Post a Comment