26મી જાન્યુઆરી 2021 પહેલા શાળા શરૂ કરવાની શિક્ષણ વિભાગના સંકેતો


મુંબઈ તા. 29 ડિસેમ્બર, 2020, મંગળવાર

કોરોનાને કારણેબંધ થયેલી શાળાઓ  ફરીથી ખોલવાના છે. મુંબઈ, થાણે અને રાયગઢની શાળાઓ ૨૬ જાન્યુઆરી પહેલા શરૃ થવાની સંભાવના છે. શિક્ષણ વિભાગ મુંબઈ. થાણે અને રાયગઢમાં જાન્યુઆરીના મધ્ય સુધીમાં શાળાઓ શરૃ કરવાની તૈયારી કરી રહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યુંહતું.

મુંબઈ મ્યુનિસિપલ એજ્યુકેશન વિભાગનો રિપોર્ટ મુંબઈ કમિશનરને સુપરત કરવામાં આવ્યો છે. શાળા શરૃ કરવા અંગે કમિશનરના અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. થાણેમાં અને મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.ત્યારે ૯ થી ૧૨ ધોરણ સુધીની શાળાઓ શરૃ કરવાની યોજના છે.

જાણવા મળ્યું છે કે શિક્ષણ વિભાગ જાન્યુઆરીના મધ્ય સુધીમાં શાળાઓ શરૃ કરવાની તૈયારી કરી રહ્યું છે... પ્રજાસત્તાક દિવસ પહેલા મુંબઈ, થાણે અને રાયગઢમાં શાળાઓ શરૃ થવાની સંભાવના છે, એટલે ૨૬ જાન્યુઆરી કરવાની વકી.

મુંબઈ મ્યુનિસિપલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મુંબઈ કમિશનર ઇકબાલસિંહ ચહલને રિપોર્ટ આપ્યો છે.

મુંબઈ, થાણેમાં કોરોના દરદીઓની સંખ્યા ઘટી છે. તેથી હવે શાળા શરૃ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આ મામલે અંતિમ નિર્ણય મ્યુનિસિપલ કમિશનર લેશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KBEF1p
via IFTTT

Comments