મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 70ના મોત, નવા 3537 કેસ તથા 4913 દર્દી કોરોનાથી સાજા


મુંબઈ તા. 30 ડિસેમ્બર, 2020, બુધવાર

મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી નિયંત્રણમાં આવી રહી છે, પણ નવા પ્રકારના કોરોના વાઇરસના ભયના કારણે રાજ્ય સરકારહ વધુ સાવચેતીના પગલા તરીકે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી લોકડાઉન લંબાવી દીધું છે, પરંતુ મિશન બિગેન અગેન અંતર્ગત નિયંત્રણો હળવા કર્યા હતા. તે રાબેતા મુજબ રાખ્યા છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના ૭૦ દરદી મૃત્યુ પામ્યા હતા અને નવા ૩,૫૩૭ કેસ નોંધાયા હતા. જ્યારે ૪૯૧૩ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી રાજ્યમાં કોરોનાથી મુક્ત થવાની સંખ્યા ૧૮,૨૪,૯૩૪ થઈ છે. એટલે કે કોરોનાથી રિકવરી થવાનું પ્રમાણ ૯૪.૬૨ ટકા થયું છે. જ્યારે રાજ્યમાં ૫૩,૦૬૬ કોરોનાના એક્ટિવ કેસ છે. આ દરદીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં આજ દિન સુધી ૧,૨૬,૭૨,૨૫૯ લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. એમાંથી ૧૯,૨૮,૬૦૩ કોરોનાના દરદી નોંધાયા હતા. આથી કોરોનાગ્રસ્તોનું પ્રમાણ ૧૫.૨૨ ટકા થયું છે. જ્યારે મરણાંકની સંખ્યા ૪૯૪૬૩ થઈ છે અને મૃત્યુ પ્રમાણ વધીને ૨.૫૬ ટકા થયો છે. જ્યારે ૨,૮૦,૬૮૨ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે અને ૩,૧૨૭ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં આજે કોરોનાના ૧૩ દરદીના મોત થયા હતા અને નવા ૭૧૪ કેસ નોંધાયા હતા. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨,૯૨,૭૨૨ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૧૧૧૦૭ થઈ છે, જ્યારે આજ દિન સુધી કોરોના ૨,૭૧,૭૦૮ દરદી કોરોનાથી મુક્ત થયા છે. આથી કોરોનાથી રિકવરી થવાનું પ્રમાણ ૯૩ ટકા થયું છે. મુંબઈમાં અત્યારે ૯૦૪૯ કોરોના એક્ટિવ કેસ છે. આ દરદીઓ શહેરની વિવિધ હોસ્પિટલોમાં   સારવર લઈ રહ્યા છે.

મુંબઈ સિવાય રાજ્યના અન્ય શહેરો તથા ગામડામાં કોરોનાના દરદી તથા મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aUKvFG
via IFTTT

Comments