મુંબઈ તા. 30 ડિસેમ્બર, 2020, બુધવાર
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇગરાંને ઠંડીમાં થોડીક રાહત રહી હતી. વળી,આજે શહેરમાં ઠંડા પવનો પણ ફૂંકાયા નહોતો. છેલ્લા ચારેક દિવસ દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કડકડતી ઠંડીની મોસમનો માહેાલ રહ્યો હતો.
બીજીબાજુ આજે ગુજરાતમાં પણ કડકતી ટાઢમાં લોકોને રાહત રહી હોવાના સમાચાર મળે છે. આજે ડીસા ૭.૨ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ં ઠંડુ સ્થળ રહ્યું હતું.
આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૨૭.૮ અને લઘુત્તમ તાપમાન ૧૮.૪ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૦.૩ અને લઘુત્તમ તાપમાન ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આમ આજે શહેરના તાપમાનમાં સરેરાશ ૧(એક) ડિગ્રીનો વધારો થયો હતો.ભેજનું પ્રમાણ પણ કોલાબામાં ૮૩-૭૫ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ૮૬-૫૭ ટકા નોંધાયું હતું.એટલે કે ભેજનું પ્રમાણ વધવાથી વાતાવરણમાં આછેરી ગરમી વધી છે.
જોકે ૨૦૨૧ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઇમાં શિયાળાનું ખુશનુમા વાતાવરણ રહે અને નાગરિકો તેનો આનંદ માણી શકે તેવો વરતારો હવામાન ખાતાએ આપ્યો હતો.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે આવતા ૨-૩ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે.આમ મુંબઇ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ લોકોને ઠંડીમાં રાહત રહે તેવી સંભાવના છે.
આજે નાશિકમાં લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડિગ્રી,માલેગાંવ-૧૩.૨, ઉસ્માનાબાદ-૧૪.૪,જાલના-૧૫.૯ અને માથેરાન-૧૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KEGJWr
via IFTTT
Comments
Post a Comment