નડિયાદ, તા.29 નવેમ્બર 2020, રવિવાર
માતર તાલુકાના આંત્રોલી ગામે આવેલ સંયુક્ત જમીનમાં ખોટી રીતે દસ્તાવેજ કરી છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવ અંગે માતર પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના વેજલપુરમાં રહેતા અને મૂળ નડિયાદ તાલુકાના આખડોલ ગામના ફકીરમહંમદ શેખની વડીલો પાર્જીત જમીન આવેલી છે.ત્રણ ભાઇઓ અને છ બહેનોની સંયુક્ત જમીન સર્વે નંબર-૪૭૭ નવો બ્લોક નં-૫૧૩ વાળી ૮૫ ગુંઠા જમીન સંઘાણા ખાતે આવેલ છે.જે જમીનમાં ફકીરમહંમદ શેખ કે તેમના માતા તથા ભાઇઓની સહીઓ કે સહમતિ વિના અનવરભાઇ કુરેશી,સિકંદરભાઇ કુરેશી અને નશીમબાનુ કુરેશીએ દસ્તાવેજ કરી છેતરપિંડી કરી છે.
આ બનાવની જાણ ફકીરમહંમદ શેખને થતા તેઓએ માતર મામલતદાર કચેરીમાંથી ૭/૧૨ ની નકલ કઢાવતા ઉપરોક્ત ત્રણેય નામો નિકળ્યા હતા.જેથી આ બનાવ અંગે તપાસ કરતા સંયુક્ત માલિકીની જમીનમાં ખોટી રીતે દસ્તાવેજ કરી છેતરપીંડી કરી હોવાનુ બહાર આવ્યુ હતુ.આ બનાવ અંગે ફકીરમીયા જીવામીયા શેખે માતર પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે માતર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KSw1ez
via IFTTT
Comments
Post a Comment