મુંબઈ તા. 30 નવેમ્બર, 2020, સોમવાર
આગરાના સિદ્ધાંત બત્રાએ ઓક્ટોબરમાં આઈઆઈટી જેઈઈ (એડવાન્સ્ડ) ૨૦૨૦માં ઓલ ઈન્ડિયામાં ૨૭૦મો ક્રમાંક મેળવ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતાં આ ૧૮ વર્ષીય યુવાન ત્યારે મોજમાં આવી ગયો હતો. સિદ્ધાંતનું પાલનપોષણ તેની મા કરી રહી હતી પરંતુ બે વરસ પહેલાં જ તેની મા ગુજરી ગઈ. પરંતુ તેની કામિયાબીએ તેની હિંમત વધારી દીધી હતી. તેને આઈઆઈટી-બોમ્બેમાં ઈલેક્ટ્રિકલ એન્જિનીયરીંગમાં બીટેકની સીટ પણ મળી ગઈ હતી. પરંતુ એક નાનકડી ભૂલને કારણે તેનું આ સ્વપ્ન તૂટતું દેખાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતીનુસાર, ૧૮ ઑક્ટોબરે તે સીટ અલોટમેન્ટનો પ્રથમ રાઉન્ડ પૂરો કરી ચૂક્યો હતો. ૩૧ ઑક્ટોબરે તેને રોલ નંબરનું અપડેટ જોતી વખતે એક લિન્ક મળી જેમાં લખ્યું હતું, 'વિથડ્રો ફ્રોમ સીટ અલોકેશન'. જોકે સિદ્ધાંતને એવું લાગ્યું કે, તેને મનગમતી સીટ મળી ગઈ છે અને આથી હવે આગળના રાઉન્ડની જરુર નથી આથી તેણે તે લિન્ક પર ક્લિક કર્યું અને વાત પૂરી.
10 નવેમ્બરે જ્યારે એણે જોયું કે, તેનું નામ ઈલેક્ટ્રિક એન્જિનીયરીંગ કોર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની યાદીમાં નથી. ત્યારે તેણે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી. જેના પર ૧૯મી નવેમ્બરે સુનાવણી થઈ, કોર્ટે આઈઆઈટીને સિદ્ધાંતની અપીલ પર વિચાર કરવા જણાવ્યું પરંતુ સંસ્થાએ તે વિદ્યાર્થીને આમ કરવાનો અધિકાર નથી અને એડમિશન માટે તેણે આવતે વર્ષે ફરી પરીક્ષા આપવી પડશે, એવું કહી કોર્ટનો નિર્ણય ફગાવી દીધો.
ત્યારબાદ સિદ્ધાંત સુપ્રીમમાં ગયો અને તેણે અપીલ કરી છે કે તેના માટે એક સીટ વધારવામાં આવે. સિદ્ધાંત અનાથ હોઈ તેને 'અનાથ પેંશન' પણ મળે છે અને તે તેના નાના-નાની અને મામા સાથે રહે છે. જોકે હવે તેની અપીલ પર મંગળવારે સુનાવણી થવાની શક્યતા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JpwDrj
via IFTTT
Comments
Post a Comment