ઘણી વખત ખોટી આદતો તેમજ ઓછી સમજણ હોવાને કારણે આપણે જ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા હોઇએ છીએ.જેવી કે :
કોફી પીધા પછી તરત જ બ્રશ કરવું
કોફી, સોડા અને ફળોના જ્યુસમાં સમાયેલ એસિડ અથવા તો સુગર દાંતના એનેમલને નુકસાન પહોંચાડે છે. પરંતુ આ ડ્રિન્કસ પછી તરત દાંતને સ્ક્રબ કરવું નહીં. કોઇ પણ એસિડિક આહાર અથવા તો ડ્રિન્ક લીધા પછી તરત જ બ્રશ કરવાથી દાંતનું એનેમલ નબળું પડી જાય છે. આમ ન કરતા પાણીના કોગળા કરી લેવા. આ પ્રકારના પીણા પીધાના એક કલાક પછી જ બ્રશ કરવું. આમ કરવાથી દાંતની સુંદરતા જળવાઇ રહે છે.
વાળ સુકા હોય ત્યારે સ્વિમિંગ કરવું
સ્વીમિંગ પૂલના પાણીમાં ઘણા કેમિકલ્સ હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે.તેથી જ વાળને ભીના કર્યા પછી જ સ્વીમિંગ કરવું. સ્વીમિંગ કર્યા પછી તરત જ વાળને શેંમ્પુ કરવું. જેથી વાળની સુંદરતા, ચમક અને મજબૂતાઇ જળવાઇ રહે.
કાનનો મેલ સાફ કરવો
સામાન્ય રીતે લોકો કાનનો મેલ સાફ કરવા માટે રૂનો ઉપયોગ કરતા હોય છે જે યોગ્ય નથી. કાન સાફ કરનારુ રૂ કાનના વેક્સ અથવા મેલને વધુ અંદર પહોંચાડી દેતુ હોય છે. તેથી કાનના પડદા કાનના નાના નાના હાડકાને નુકસાન પહોંચાડે છે.
વારંવાર શેમ્પુ કરવું
શેંમ્પુ માથાની ત્વચાના કુદરતી તેલનો નાશ કરે છે. તેથી વારંવાર શેમ્પુ કરવાની આદતથી વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ જાય છે. અઠવાડિયામાં એક-બે વખત જ શેમ્પુ કરવું.
પેડિક્યોર કરતા પહેલા વેક્સિંગ
વેકિસંગ કર્યા પછી પેડીક્યોર કરવાથી સ્કિન પર સરળતાથી બેકટેરિયા ચોંટી જાય છે. પરિણામે ઇન્ફેકશન થવાની શક્યતા રહે છે. વેક્સિંગ કરવના ૨૪ કલાક પછી પેડિક્યોર કરવું ઉત્તમ છે. પેડિક્યોર દરમિયાન નખના ક્યુટિકલ્સ પણ કાપવા ન જોઇએ. ક્યુટિકલ્સ કાપવાથી કીટાણુઓ ત્વચા પર ફેલાઇ શકે છે.
ચહેરાને ઘસી ઘસીને ધોવો
ઘણા લોકો ફેસવોશથી ચહેરો ધોતી વખતે સખત રીતે ત્વચાને રગડતા હોય છે જે હાનિકારક છે.ચહેરો હંમેશા આંગળીઓના ટેરવાથી હળવો મસાજ કરતા હોઇએ એ રીતે ધોવો. દિવસમાં એક-બે વખત હુંફાળા અથવા ઠંડા પાણીથી ચહેરો ધોવો જોઇએ. આલ્કોહોલ અને વધુ પડતા કેમિકલ યુક્ત પદાર્થોવાળા ફેસવોશ અને ક્લિન્જરનો ઉપયોગ ન કરવો જોઇએ.
વધુ પડતા બ્યુટિ પ્રોડકસનો ઉપયોગ
સ્કિન કેર માટે વધુ પડતા બ્યુટિ પ્રોડક્સનો ઉપયોગ હાનિકારક છે. તેથી ફક્ત ક્લિનઝર, મોઇશ્ચરાઇઝર, એસપીએફ ૩૦ અથવા તેનાથી વધુ સનસ્ક્રિન લગાડવું જોઇએ. સીરમ બહુ મોંઘુ હોય છે તેના ફાયદા પણ ખાસ હોતા નથી. જ્યારે ટોનરથી સ્કિન રૂક્ષ થઇ જવાની શક્યતા રહે છે. ખીલયુક્ત ત્વચા પર સલાઇલિક એસિડ અને બેન્જોઇલ પેરોકસાઇથી યુક્ત ઉત્પાદનોનો ઉપયોગ ન કરવો.
ગરમ પાણીથી સ્નાન
ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચા રૂક્ષ થઇ જાય છે. જેને એક્ઝિમા હોય તેની ગરમ પાણીથી સ્નાન કરવાથી તકલીફ વધી જાય છે. તેથી ગરમ પાણીથી શક્ય હોય તો સ્નાન કરવું નહીં.
વાળને તડકાથી રક્ષણ ન આપવું
સ્કિન સાથેસાથે વાળને પણ તડકાથી નુકસાન પહોંચી શકે છે. તેથી તડકામાં નીકળતા પહેલા વાળ પર પણ સનસ્ક્રિન લગાડવું જોઇએ. તડકાથી વાળનો રંગ નિસ્તેજ થતો જાય છે, વાળ રૂક્ષ થતા જાય છે અને વાળની નમી નષ્ટ થાય છે અથવા તો વાળ કમજોર થઇને ખરી પડે છે.
રોજિંદા જીવનમાંથી આ ખરાબ આદતોને દૂર કરવી જરૂરી છે નહીં તો બુઢાપા પહેલા સુંદરતા નષ્ટ થઇ જશે.
- મિનાક્ષી
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VygZgh
via IFTTT
Comments
Post a Comment