મુંબઈ તા. 30 નવેમ્બર, 2020, સોમવાર
નાગપુરમાં ટ્રાફિક કોન્સ્ટેબલને કારતી અડફેટમાં લઇ તેને બોનેટ પર દૂર સુધી ઢસેડી જનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે આરોપીએ અન્ય વાહનને પણ અડફેટમાં લીધા હોવાનુ કહેવાય છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
નાગપુરના સક્કરદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અમોલ ચિદંમવાર ડયુટી પર હતો. ત્યારે ટ્રાફિકના નિયમનુ ઉલ્લંઘન કરનારા આકાશ ચવ્હાકાને કોન્સ્ટેબલ અમોલે કાર રોકવા કહ્યું હતુ.
પણ તેણે પૂરપાટ કાર દોડાવીને અમોલને અડફેટમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
દરમિયાન કોન્સ્ટેબલ કારના બોનેટ પર ચઢી ગયો હતો. પણ આરોપી આકાશે કાર ઊભી રાખી નહોતી તે કોન્સ્ટેબલને દૂર સુધી ઢસેડી ગયો હતો. પછી કોન્સ્ટેબલે કાર પરથી નીચે કૂદકો મારી દીધો હતો બાદમાં છેવટે આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.
તાજેતરમાં ઔરંગાબાદમાં આવી જ ઘટના બની હતી. એક રિક્ષા ચાલક ટ્રાફિક પોલીસને દૂર ઢસેડી જતા તેને ઇજા થઇ હતી. આ સિવાય અગાઉ પોલીસ પર હુમલાના અનેક બનાવ બન્યા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37qVC5M
via IFTTT
Comments
Post a Comment