મુંબઈ તા. 30 નવેમ્બર, 2020, સોમવાર
મહાનગર પાલિકાએ માહિમથી લઈને વરલી સુધીના વિસ્તાર (જી/ દક્ષિણ અને જી / ઉત્તર વિભાગમાં)માં આવેલી બ્રિટિશ યુગની ૧૪૫૦ મીમી વ્યાસના ધરાવતી તાનસા (પૂર્વ) મુખ્ય જળાશયથી આવતી પાઇપલાઇનનું ગળતર સુધારવાની કામગીરી તા. ૨ અને ૩ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ હાથ ધરવામાં આવશે. આ કાર્ય ૨ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ સવારે ૮ વાગ્યાથી શરૃ થશે અને ૩ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ બપોરે ૨ વાગ્યે પૂર્ણ થશે. પરિણામે આ સમયગાળા દરમિયાન જી/દક્ષિણ અને જી / ઉત્તરના કેટલાક વિસ્તારોમાં પાણીનો પુરવઠો કરો નહીં, થશે નહીં. કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણમાં પાણી પૂર ું પાડવામાં આવશે, એમ પાલિકાના પાણી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે ધોબીઘાટ, સાત રસ્તા સહિત અનેક વિસ્તારોમાં પાણી ઓછા દબાણથી મળશે.
પાણીનો સંગ્રહ કરી રાખો એવી અપીલ મહાનગરપાલિકાએ કરી છે. ગોળનું સમારકામ પૂર્ણ થયા બાદ પાણી રાબેતા મુજબ મળશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3loXykn
via IFTTT
Comments
Post a Comment