આપણા દેશમાં લવિંગને મસાલાનો રાજા માનામાં આવે છે.મસાલાને સુગંધિત બનાવા માટે લવિંગ ભેળવવામાં આવે છે. પાનમાં પણ લવિંગ નાખીને ખવાતું હોય છે. લવિંગના સેવનથી ગળુ ખુલી જાય છે, છાતીમાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે.
લવિંગના ગુણ
ઊધરસ
લવિંગ, મરી, દાડમની છાલ અને સૂંઠ સપ્રમાણ માત્રામાં વાટી લેવું અને શીસીમાં ભરી રાખવું. ઊધરસથી છુટકારો પામવા એક ચમચી ચૂરણમાં મધ ભેળવી દિવસમાં ત્રણ વખત ખાવું.
માથાનો દુખાવો
લવિંગને પાણીમાં ઘસી કપાળ તથા બન્ને કાનપટ્ટીઓ પર લેપ લગાડવાથી રાહત થાય છે.
દાંતનો દુખાવો
ચાર-પાંચ લવિંગની પેસ્ટને પાણીમાં નાખી ગરમ કરવું. આ પાણીથી કોગળા કરવાથી ફાયદો થાય છે. તેમમજ દાંત-પેઢામાં લવિંગનું તેલ લગાડવાથી પણ આરામ થાય છે.
ઊલટી જેવું થવું
ઊલટી જેવું થતુ ંહોય તો એક-બે લવિંગને ધીરે ધીરે ચૂસવાથી રાહત થાય છે.
તાવ
બે રતીની માત્રામાં લવિંગના ભુકાને ગરમ પાણીથી સાથે લેવાથી તાવ ઊતરી જાય છે.આ ચૂરણનું સેવન સવાર-સાંજ કરવું.
અપચો અને ગેસ
બે લવિંગને વાટીને અડધો રપ પાણીમાં બરાબર ભેળવવું. પછી આ પાણી હુંફાળુ કરી દિવસમાં ત્રણ વખત પીવું.
પિત્ત
ભોજન પછી લવિંગને સવાર-સાંજ ચૂસવાથી તેનો રસ પેટમાં જશે અને પિત્તથી થોડા દિવસોમાં છુટકારો મળશે.
દમ
શ્વાસની તકલીફ એટલે કે દમમાં લવિંગ, કાળા મરી તથા દાડમની છાલને સમાન માત્રામાં લઇ કાઢો બનાવી સેવન કરવું. આ કાઢો છાતી પર જામેલા કફનેદૂર કરે છે શ્વાસ લેવામાં તકલીફ થતી નથી.
- દિજીતા
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33w7bI2
via IFTTT
Comments
Post a Comment