ટેબલ પર પાણીના ગ્લાસ,કોફી કે ચાના કપ મુકવાથી ગોળાકાર રિંગ થઇ જતી હોય છે. આ રિંગને દૂર કરવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ફાયદાકારક છે. હેર ડ્રાયરની સ્પીડને હાઇ પર રાખી રિંગ પર થોડી મિનિટો ફેરવવું. રિંગની શક્ય હોય તેટલું નજીક રાખવું.થોડી જ વારમાં આ કુંડાળું દૂર થઇ જશે.
હિટ ટેબલ પર શોષાયેલા પાણીને ચુસી લેવાનો ગુણધર્મ ધરાવે છે.
માઇક્રોવેવ ઓવનમાં ઘણી વખત અન્નના દાણા કે પ્રવાહી ચોંટી જતા હોય છે. જે ઘણી વખત ઘસવાથી પણ દૂર થતા નથી. આ માટે એક સરળ રસ્તો છે.
માઇક્રોવેવ ઓવનમાં એક બાઉલમાં એક કે બે કપ પાણી ભરવું, તેમાં બે ચમચા સફેદ વિનેગાર અને થોડા ટીપાં એશેન્શિયલના ટીપા નાખવાં. આ બાઉલને માઇક્રોવેવમાં ગરમ મુકવું. પાણી ઉકળવું જોઇએ. પાણી થોડી વાર આમ જ માઇક્રોવેવ ઓવનમાં રાખવું.
પાણીના ભેજથી સુકા દાણા તેમજ પ્રવાહી નરમ પડી જશે અને તેને સહેજ રગડીને લુછવાથી તે દૂર થઇ જશે.
કિચનના પ્લેટફોર્મ ને ચોખ્ખું તેમજ જંતુ રહિત અને ડાઘા રહિત બનાવવા માટે એક મિશ્રણ બનાવવું.
પાણીમાં સફેદ વિનેગાર અને ટી ટ્રી ઓઇલ ભેળવવા અને સ્પ્રે બોટલમાં ભરવું. આ મિશ્રણ પ્લેટફોર્મ પર સ્પ્રે કરવું. સફેદ વિનેગારમાં એસિટિક ે એસિડ સમાયેલું છે. જે ડાઘા દૂર કરવા તેમજ જીવજંતુનો નાશ કરે છે. જ્યારે ટી ટ્રી ઓઇલ પ્લેટફોર્મને ચમકતું તેમજ દુર્ગંધ રહિત કરીને ચોખ્ખુ કરે છે.
શાવર સાફ કરવાની સરળ રીત
શાવરના કાણાંમાં કચરો કે મેલભરાઇ જવાથી વ્યવસ્થિત રીતે પાણી આવતું નથી. આ સમસ્યા દૂર કરવા એક સેન્ડવિચબેગમાં વિનેગાર ભરવો અને શાવરના મોઢાને આ બેગ બાંધી દેવી.
આખી રાત આમ જ રહેવા દેવું. સવારે શાવર ખોલવાથી વ્યવસ્થિત રીતે પાણીના ફુવારા નીકળશે. વિનેગારમાં મિનરલ્સને ઓગળવાના ગુણ છે. તેથી મિનરલ્સ જ્યારે વિનેગારના સંપર્કમાં આવે છે ત્યારે આ કચરો ઓગળી જાય છે. વિનેગાર ન હોય તો લીંબુનો રસ પણ ઉપયોગમાં લઇ શકાય. લીંબુના રસમાં રહેલું સાઇટ્રિક એસિડ પણ વિનેગાર જેવો જ ગુણધર્મ ધરાવે છે.
બૂટમાંથી પરસેવાની ગંધ દૂર કરવી
સ્પોર્ટ શૂઝમાં પરસેવાની ગંધ આવવી એ સામાન્ય છે. આ ઉપરાંત બૂટમાં પરસેવો થવાથીબેકટેરિયા થવાની પણ શક્યતા વધી જાય છે.
શૂઝમાં બાયકાર્બોરેટ સોડાને ભભરાવવો અને રાતભર રહેવા દેવો. સવારે શૂઝમાંથી પરસેવાની ગંધ દૂર થઇ ગઇ હશે.સોડામાં અસિડિટ દુર્ગંધને શોષી લેવાના ગુણ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vj3Kj4
via IFTTT
Comments
Post a Comment