પ્રશ્નઃ મારી ઉંમર ૨૪ વર્ષની છે. મને હસ્તમૈથુનની આદત હતી. મારાં લગ્નને દસ મહિના થયા છે. હું પત્નીને જોઈએ એટલો સંતોષ નથી આપી શકતો. સંભોગ દરમિયાન યોનિપ્રવેશ કરું છું ત્યારે સ્ખલન જલદી થઈ જાય છે. મારી ઈન્દ્રિય ખૂબ નાની અને પાતળી છે. સંભોગ દરમ્યાન ઈન્દ્રિયની ઉપરની ચામડી આગળ-પાછળ થવામાં પણ તકલીફ પડે છે. સ્ખલન જલદી થતું અટકાવવા શું કરવું?
એક યુવક (વાપી)
ઉત્તરઃ શીઘ્રસ્ખલન અને હસ્તમૈથુનને કઈ લાગતું વળગતું નથી. હકીકતમાં સંભોગ વખતે ઈન્દ્રિય જે ક્રિયા યોનિમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન વખતે મુઠ્ઠીમાં કરે છે. જો તમને હિન્દી આવડતું હોય તો તમે મરાઠી સહેલાઈથી શીખી શકો, કારણ કે બન્નેની લિપિ એક જ છે. શીઘ્રસ્ખલનની સમસ્યા માટે મુખ્ય ચાર કારણો જવાબદાર હોય છે: તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયના આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગમાં ઈન્ફેક્શન અથવા ડાયાબિટીઝની શરૂઆત. શીઘ્રસ્ખલન માટે એમાનું એક અથવા એકથી વધુ કારણો જવાબદાર હોઈ શકે છે.
ઘણા ખરા કિસ્સામાં જો પેરોક્સિટિન (૨૦ મિલીગ્રામ) સંભોગના ચાર કલાક પહેલા લેવામાં આવે તો શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ શકે છે. બજારમાં પેરોક્સિટિન (૨૦ મિલીગ્રામ)ની ગોળી ઘણી કંપનીઓ બનાવે છે, તમારા ડૉક્ટરની સલાહ મુજબ આ ગોળીનું સેવન તમે કરી શકો છો.
યોનિમાર્ગની લંબાઈ છ ઈંચની હોય છે. એના આગળના એક-તૃતીયાંશ ભાગમાં જ્ઞાાનતંતુઓ હોય છે એટલે ઉત્તેજિત ઈન્દ્રિયની લંબાઈ બે ઈંચ કે એથી વધુ હોય તો પણ સ્ત્રીને સંતોષ માટે પૂરતી છે. યોનિમાર્ગની પહોળાઈનું કોઈ મહત્ત્વ નથી, કારણ કે યોનિમાર્ગ નાખેલી વસ્તુના પ્રમાણમાં વિકસે છે. ડૉક્ટર તપાસ માટે આંગળી નાખે તો એના પ્રમાણમાં વિકસે છે અને જ્યારે બાળક આવવાનું હોય ત્યારે યોનિમાર્ગ એ પ્રમાણે વિકસે છે.
જો લિંગની ઉપરની ચામડી પાછળ ન આવતી હોય તો બે-ત્રણ ટીપાં કોપરેલ લગાડીને પાછળ લાવવાની કોશિશ કરો. જો આવી જાય તો ઠીક છે. નહીંતર માત્ર બે વિકલ્પ બાકી રહે છે: સુન્નતનું ઓપરેશન કરાવવું અથવા સમાગમ વખતે કોન્ડોમ (નિરોધ) પહેરવું. કોન્ડોમ પહેરશો તો લિંગની ઉપરની ચામડીમાં જરાય હલચલ નહીં થાય અને પરિણામે દુખાવાનો બિલકુલ અહેસાસ નહીં થાય.
પ્રશ્નઃ શીઘ્રસ્ખલનની સમસ્યા માટે મને એક ડૉક્ટરે વિટામિન-ઈવાળી ટેબ્લેટ લખી આપી હતી. મારે એ જાણવું છે કે વિટામિન-ઈ સેક્સ ટૉનિક છે?
એક પુરુષ (કલ્યાણ)
ઉત્તરઃ ૧૯૭૦ના અરસામાં ઉંદરડાઓ પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. એમાં વિટામિન-ઈ આપ્યા પછી એમણે ખૂબ જ કૂદાકૂદ કરી મૂકી હતી. એને કારણે ઘણા ડૉક્ટરો વિટામિન-ઈ કામેચ્છા વધારવાના ટૉનિક તરીકે આપે છે. જોકે અફસોસ સાથે કહેવું પડે છે કે વિટામિન-ઈની જે અસર ઉંદરોમાં થઈ એ પુરુષો પર ન થઈ.
પ્રશ્ન: મારી ઉંમર ૨૨ વર્ષની છે. મારી સમસ્યા એ છે કે મારા લગ્નને હજુ ૪-૫ દિવસ થયા છે અને મને એવું લાગે છે કે મારી અંદર સેક્સની ઇચ્છા ઓછી છે. જ્યારે મારા પતિ મારી સાથે સંભોગ કરે છે ત્યારે મને બહુ પીડા થાય છે. મને બિલકુલ આનંદનો અનુભવ થતો નથી. અત્યાર સુધી મુશ્કેલીથી ૩-૪ વખત જ સંભોગ કર્યો છે. મારી સંભોગ કરવાની બિલકુલ ઇચ્છા નથી થતી. શું કરું?
એક યુવતી (કલોલ)
ઉત્તર: શરૂઆતમાં યોનિમાર્ગમાં ટાઇટ સ્નાયુઓને કારણે ખેંચાણ થવાથી સંભોગ વખતે થોડો દુખાવો થાય એ સ્વાભાવિક છે. આનો અર્થ એ નથી કે સેક્સની ઇચ્છા ઓછી છે. સંભોગમાં આનંદ ન આવવાની વાતને લાગેવળગે છે ત્યાં સુધી સૌથી મોટી મુશ્કેલી એ છે કે સામાન્ય યુવાનોને સેક્સના વિષયમાં બિલકુલ જ્ઞાાન નથી હોતું. એટલે તમારે 'સેક્સ વિવાહિતાઓ માટે' વિષય પર કોઈ સારા પ્રકાશકનું પુસ્તક વાંચવું જોઈએ. તમે સાચી જાણકારી લઈને સંભોગનો આનંદ લઈ શકશો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HUu8Nf
via IFTTT
Comments
Post a Comment