લોક સંખ્યામર્યાદા સાર્વજનિક મેળાવડામાં લાગુ પાડી શકાય નહીં : હાઇકોર્ટ


મુંબઇ, તા.30 નવેમ્બર, 2020, સોમવાર

એક મહત્વના ચુકાદામાં બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં ઠરાવ્યું હતું કે તે સામાજિક તથા ધાર્મિક જેવા પ્રસંગો કેટલા લોકો સામેલ થઇ શકે તેની સંખ્યા મર્યાદા નિશ્ચિત કરી શકે નહીં.

અદાલતે વધુમાં કહ્યું હતું કે હાલમાં કોવિડની મહામારીને કારણે લગ્ન તથા મૃતદેહની અંતિમવિધિમાં કેટલા લોકો ઉપસ્થિત રહી શકે તેની સંખ્યા મર્યાદા નક્કી કરવામાં આવી છે. પણ આ મર્યાદા તમામ પ્રકારના સાર્વજનિક મેળાવડા (પ્રસંગો)ને  લાગુ પાડી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે લગ્ન સમારોહ માટે  ૫૦ અને અંતિમવિધિ માટે  ૨૦ લોકોની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે.

મોટા તથા નાના સ્તરના સાર્વજનિક પ્રસંગોમાં કેટલા લોકો સામેલ થઇ શકે તેની ભલામણની માગણી કરતી અરજીના સંદર્ભમાં અદાલતે આ  ટિપ્પણી કરી હતી.

આ અંગેની રજૂઆત ધ્યાનમાં લેતા ન્યાયમૂર્તિઓ સુનીલ શુક્રે તથા અવિનાશ ઘારોટેની બેન્ચે વધુમાં કહ્યું હતું કે સરકારનાં વિવિધ જાહેરનામામાં મોટા પાયા પરના સાર્વજનિક મેળાવડા વિશે કોઇ વ્યાખ્યા જણાવાઇ નથી પરંતુ લગ્ન તથા અંતિમવિધિમાં વધુમાં વધુ કેટલા લોકો સામેલ થઇ શકે તે જણાવાયું છે.

આમ લગ્ન તથા અંતિમવિધિમાં સામેલ થનારા લોકોની ચોક્કસ સંખ્યા જણાવાઇ છે ત્યારે અમને નથી લાગતું કે સાર્વજનિક મેળાવડો નાનો છે કે મોટો તે સ્પષ્ટ કરવા તેમાં સામેલ થનારા લોકોની  સંખ્યાની આવી કોઇ  મર્યાદા તેને પણ લાગુ પાડી શકાય લગ્ન અથવા અંતિમ વિધિ માટે નક્કી કરાયેલી સંખ્યા મર્યાદા તમામ પ્રસંગો માટે સર્વસામાન્ય (કોમન) નથી એમ ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o8z94k
via IFTTT

Comments