(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.30 નવેમ્બર 2020, સોમવાર
ગુરુનાનક જયંતીના દિવસે દોલ પરિવાર તરફથી એક ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. તેમની ફિલ્મ અપનેની સીકવલ અપને ટુની તૈયારીઓ થઇ રહી છે. આ ફિલ્મ દિવાળી ૨૦૨૧માં રિલીઝ કરવાની યોજના છે.
ફિલ્મનું શૂટિંગ માર્ચ ૨૦૨૧થી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં રસપ્રદ વાત એ છે કે, દેઓલ પરિવારની ત્રણ પેઢી એક સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અને સનીનો પુત્ર કરણ દેઓલ કામ કરવાનો છે. મૂળ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઇ હતી.
પહેલા ભાગ અપનેમાં ધર્મેન્દ્ર બોક્સરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે આ વખતે ફિલ્મની વાર્તા તેમજ અન્ય કોઇ માહિતી આપવામાં આવી નથી.
આ ફિલ્મ આજની પેઢીને ધ્યાનમા ંરાખીને બનાવામાં આવશે. જેમાં ઇમોશન્સ, થ્રિલ પણ હશે. ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, આ ફિલ્મમાં મારી ત્રણ પેઢી જોવા મળવાી હોવાથી હું ભાવનાશીલ થઇ ગયો છું તેમજ ઉત્સાહિત પણ બહુ છું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I0fUdW
via IFTTT
Comments
Post a Comment