પ્રેમ
થશે તને મારા પ્રેમની લાગણી,
તું એકવાર મારો સમાવેશ તારા હૃદય
મા કરી તો જો....
એક ક્ષણ પણ નહિ રહી શકે
તું મારા વગર,
તું એકવાર મને પોતાનો
બનાવી તો ........જો
નહિ જવાનું થાય તને પાછું ક્યારેય
આ હૃદયમાંથી, તું એકવાર
એમાં વિરામ કરી તો જો.......
મારા દિલની દરેક ધડકન કહેશે,
તું હમેશાં મારી જ છે,
તું એકવાર એને પૂછી તો ......જો
જીવનભર નહિ છોડું તારો હાથ મારા હાથમાંથી
તું એકવાર મારો
હાથ થામી તો........જો
- ધર્મેન્દ્ર ડી. જાદવ: (ડેસર)
અસ્તાચળે યુવાન
ભરાઈ બેઠી છે મુશ્કેલી
જીવને સુખનાં આડે
તરંગ સમ ભાસે કોઈકવાર
સુખનો અભાવ
નજીક આવીને વહેતુ અટકી
જતું અભાગી સુખ
યુવા અવસ્થા એ આકરું
લાગે એ બધુ નિરંતર પણ
થાય ગશું. સુખ પામવાની
પહેલી શર્ત તે તકલીફને દુઃખ
જોઈએ એ સહુને સહેલી,
વહેલી એ સુખ તણી હેલી
એ હોત જો સહેલી
દુઃખ ક્યાં હોત ઘસમસાટે
ને વ્યાધ્રે ક્યાં કરવો પડત શિકાર
વને દોડી દોડી
આ કઠીન વાસ્તવની વાત
કયાં જગે સુંવાળી
હતભાગ્યા ભુવને ગણ્યા
ગણાયનાં આળસુ વીરો
વા..... આવે ને વળી પડે,
ઢાળ આવેને ઢળી પડે
ખાડો આવેને ખસી જાય.
પવન આવેને 'ઢળી પડે
દિશા પકડે નહિ કોઈ દી
આજનો આળસુ યુવાન
પકડેલ દશા કાયમ અવળી,
અસ્ખલિત દૈત્યતણી
પછી ......ક્યાંથી ઉધ્ધાર
આ અમ દેશ ભોમનો
નસીબતણું કાણું કોણ લઈ
જન્મે એ તો પાડે શાણો
અબુદ્ધ જગે નતમસ્તકે નમે કયાં
યુવાન કર
નમે શિશ જ્યાં ને ત્યાં એ મદિરા
ગ્લાસ પ્યાલે
વિષનાં વવાય બિજ ડગલે ને
પગલે બાળપણે
કયાં ફળે એ ભરપુર
ખુમારીની જિંદગીએ
મફત તરત ને સરસ મેળવવા
દોડતો આજનો યુવાન
આળસુ થૈ મોબાઈલે ઘૂસી
ખોતો જિંદગી આજનો યુવાન
બાળ-તરુણ- યુવા વયે વૃદ્ધાય
પામી વહેતો યુવાન
સહુથી યુવા ભારત દેશનો
દિશા વિહીન વૃદ્ધ યુવાન
- મુકેશ બી. મહેતા:
(બામણિયા- સુરત)
પ્રિયતમા
આપના બે હોઠો જોઈ થાય છે,
શા માટે સૌ ગુલાબથી હરખાય છે?
આપની આંખોનો જાદૂ છે એવો
કે સૂરમો પણ ફિક્કો વરતાય છે
આપ શું સમજો જખમની પીડાને
આપના દિલને કયાં ઘાવ થાય છે?
જે રસ્તેથી આપ ગુજરવાના હશો,
ફૂલડાં ત્યાં અગાઉથી પથરાય છે.
જે ગીતની રચના કરી હતી તમે,
લાખો લોકો મોજથી એ ગાય છે.
આપની અદાના સૌ કોઈ દીવાના છે,
દિલ આપનું ક્યાં કોઈને પરખાય છે.
આપના રૂપનું રસપાન કરવા કાજે,
તારલાં પણ આભલામાં ન્હાય છે.
- યોગેશ આર. જોષી:
(હાલોલ)
તારા ઈન્તજારે
રહીશ હું હર હાલે સાથ
કહ્યું તું તે......
નથી ફરિયાદ હાલતે તુ મજબૂર છે
તૂટેલા કાચની જેમ ચકચૂર હું
કોઈને વાગે નહીં તેથી દૂર હું
કોને બયાં કરું મારુ દર્દ
સાંભળવાવાળું કોણ છે
તને ચાહું છું અનંત
ચાલી આવજે એ જ રસ્તે
હું નથી ભૂલ્યો રસ્તો
તારી વાટ જોતો કાયમ
કાં વધારે સમય લગી
બસ મારી મૌત લગી
બસ....એટલા પ્યાર કરું છું તને
મૌત આવશે તોય....
ખુલ્લી રહેશે આંખ મારી
બસ તારા તો ઈન્તજારમાં.
'મીત'
- સુરત
વિદાયનો વિલાપ
લગ્નની શહનાઈના સૂર સંભળાઈ
રહ્યા છે આંગણમા,
પણ સૌથી મીઠા સૂર સમાયા છે
પુત્રીની ઝાંઝરની ઝણકારમાં,
સૂર્યની લાલિમાથી આધિક લાલિમા છે
એની સેંથીના સિંદૂરમાં
તારાની ચમકથી અધિક ચમક છે
એના લલાટની બિંદીમાં.
કુદરતના અનેક રંગો સમાયા છે
એના મહેંદીભર્યા હાથોમાં,
ઉષાનું પ્રતિબિંબ પડે છે
એના રતુમડા ગાલોમાં
સાગરની ગહરાઈ સમાયેલી છે
એના સુંદર મૃગનયનોમાં,
રાત્રિનો અંધકાર છુપાયો છે
એના શ્યામલ કેશ-કલાપમાં.
કન્યા વિદાયની ઘડી આવી
સુખી થા જા ખુદા-હાફિઝ,
દુઃઆ દિલથી કરું છું હું
સુખી થા જા ખુદા-હાફિઝ,
પરાયાને પોતાના બનાવી
સ્નેહથી રહેજે,
પડે જો દુઃખ તો એને સસ્મિત રહેજે,
ધીમા મૃદુલ અવાજથી ફેલાવજે
સંગીતનો રણકાર,
અજવાળજે મૃત્યુ-પર્યત
મા-બાપના સંસ્કાર
પ્રેમના પ્રકાશથી દૂર કરજે
કંકાશનો અંધકાર,
લજ્જાના આભૂષણ થકી
નિખારજે દેહનો શણગાર
પતિની સ્તુતિ કરી કરજે
નિખારજે એની નિત્ય આરાધના,
હમેશા દિલમાં રાખજે
એના માટે સદ્ભાવના,
અર્પણ સમર્પણની મનમાં
રાખજે ભાવના,
બસ, આ જ માતાની અંતિમ છે
મનો-કામના.
- ફિઝ્ઝા .એમ. આરસીવાલા (મુંબઈ)
યાદ આવે છે....
બેન્ચ, તારી સાથેની મિત્રતા ના
ભૂલી શકાય,
એ મિત્રતા તારી ઘણી વાર
યાદ આવે છે.
'સીકરેટ ' અમારા ખબર હોય તને બધા,
અને ઝઘડતા તારા માટે બધા,
એ વાત તારી ઘણી વાર યાદ આવે છે.
મળશે કેવી બેન્ચ અને બેન્ચમેટ્સ,
પ્રથમ દિનની એ મુંઝવણ અમારી,
અને ૧ વર્ષ માટે બુક કરી લેતા તને
એ વાત તારી ઘણી વાર યાદ આવે છે.
નામ અમારું ને ચિતરામણ તારા પર
તો સાથે કોઈના પ્રીતનું
કોતરકામ તારા પર.
સાથે સાથે કોઈકના
'એક્ઝામ' નો સહારો તું,
એ વાત તારી ઘણી વાર યાદ આવે છે.
બેન્ચમેટ્સના ઝઘડા સોલ્વ કરાવતી તું,
સારુ ના હોય અમને
તો ખોળો બનતી તું.
ચોપડીઓ અને અમારી બેઠક તું.
એ વાત તારી ઘણી વાર યાદ આવે છે.
- લિ. ફાલ્ગુની એ. પટેલ: (કરચેલિયાા- સુરત)
''તારી જ કમી હતી''
કેટલી સુંદર એ રાત હતી
બસ, એમાં એક તારી જ કમી હતી.
ચંદ્રનો ચાંદનીનો જાણે બારાત હતી.
બસ, એક તારી જ કમી હતી.
હજારો સિતારાઓનો એ મહેફિલ હતી.
બસ, એક તારી જ કમી હતી.
શીતળ ચાંદનીનો આલ્હાદક
એ વાત હતી. બસ, એક તારી જ કમી હતી. વિચારો પણ આજે ખૂબ અદ્ભૂત હતી. મારા પ્રણયનો પહેલી
ગઝલની શરૂઆત હતી.
છતાં, કલમ વારંવાર રોકાતી હતી. કારણ,
બસ, એક તારી જ કમી હતી.
- સ્નેહલ ગરાસિયા : (સુરત)
પૃથ્વીનો ઝઘડો થયો
રાત્રિ સાથે
રાત્રિને કેટલું અભિમાન
એના ચાંદ માટે
પૃથ્વીએ કહ્યું, ક્ષણભર નજર
નાખ મારા ચાંદ માટે
તારા ચાંદમાં તો કાયમી ડાઘા દેખાય
મારા ચાંદમાં ભાગ્યે જ ડાઘા દેખાય.
તારા ચાંદ માટે ઊંચે આંભમાં જોવાય
મારા ચાંદ તો સામસામેય દેખાય
તારા ચાંદને જોવા પૂનમની રાહ જોવાય
મારાચાંદ તો દરેક તિથિએ જોવાય.
તારો ચાંદ વરસાદથી ડરી જાય.
મારા ચાંદ તો વરસાદમાં ભીંજાય.
ભલે ચમકતો હોય તારો
ચાંદ અંધકારે આભમાં
પણ મારો ચાંદ ચમકે છે
પ્રકાશને અંધકારમાં.
-ભાવિની એમ.પટેલ,
(સિણધઈ- ઉનાઈ)
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39tVPrv
via IFTTT
Comments
Post a Comment