લોકલ ટ્રેનની અડફેટે આવતા અજગરનું મૃત્યુ


મુંબઈ,તા.30 નવેમ્બર, 2020, સોમવાર

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન અહીં થતા અકસ્માત માટે પણ કુખ્યાત છે. પરંતુ આ વખતે  લોકલ ટ્રેનની અડફેટે આવીને કોઈ માણસ નહીં પરંતુ અજગરનું મૃત્યુ થયું હોવાની અજુગતી દુર્ઘટના બની હતી.

ઘટનાની માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રે પશ્ચિમ રેલવેના બાંદરા-માહિમ સ્ટેશન વચ્ચેના ટ્રેક પર લોકલ ટ્રેનની અડફેટે આવીને એક અજગરનું મૃત્યુ થયું હતું. આ અજગર અહીંના રેલવે ટ્રેક પર કપાયેલી અવસ્થામાં મળી આવ્યો હતો.

ઘટનાની માહિતી પ્રમાણે રવિવારે રાત્રે ૧૨.૧૦ મિનિટે લોકલ ટ્રેન માહિમ-બાંદરા વચ્ચેથી પસાર થતી ત્યારે ટ્રેનના મોટરમેનને આ અજગરનો મૃતદેહ દેખાતા તેણે નજીકના કંટ્રોલ રૃમને આ પ્રકરણ ેસૂચના આપી હતી. અને આ ઘટના પ્રકાશમાં આવી હતી.

હાલ શહેરમાં મેટ્રોનું કામ શરૃ હોવાથી ખોદકામને કારણે જમીન નીચે રહેતા પ્રાણીઓ પણ બહાર આવી રહ્યા છે આ અજગર પણ આજ રીતે રેલવે ટ્રેક પર આવી પહોંચ્યું હોવાની શક્યતા છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o9xtY9
via IFTTT

Comments