મહારાષ્ટ્રમાં દિવાળી પછી સતત વધતા કોરોના કેસને બ્રેક લાગી


મુંબઈ,તા.30 નવેમ્બર, 2020, સોમવાર

મહારાષ્ટ્રમાં આજે કોરોનાગ્રસ્તોની વધતી સંખ્યાને બ્રેક લાગ્યો છે. આજે રાજ્યમાં ૩,૮૩૭ નવા દર્દી મળ્યાં છે, તો ૮૦ કોરોનાગ્રસ્તોના મોત થયા છે.

દિવાળી બાદ સતત વધી રહેલાં કેસને કારણે પ્રશાસનની ચિંતા વધી હતી જેમાં આજે થોડી રાહત જણાઈ છે. આજે ૪,૧૯૬ દર્દી સાજા થઈને ઘરે પાછા ગયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૨.૩૯ ટકા તો મૃત્યુ દર ૨.૫૯ ટકા થયો છે. કુલ ૧૮,૨૩,૮૯૬ કોરોનાગ્રસ્તોમાંથી હાલ ૯૦,૫૫૭ એક્ટિવ કેસ છે.

મુંબઈ શહેરમાં આજે ૭૭૫ દર્દીઓને રજા અપાતાં, ૨,૫૬,૬૩૫ દર્દી કુલ કોરોનામુક્ત થયા છે.

શહેરનો કુલ સાજા થવાનો દર ૯૧ ટકા થયો છે. જ્યારે નવા માત્ર ૬૪૬ દર્દી જ મળ્યાં છે. હાલ ૧૩ હજાર એક્ટિવ કેસ છે. શહેરમાં આજે ૧૯ના કોરોનાથી મોત થયાં છે. શહેરનો ડબલિંગ રેટ ૨૦૭ દિવસનો છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JsB3Oj
via IFTTT

Comments