રાજ્ય સીઆઇડીના ફિંગર પ્રિન્ટ સેન્ટરની મદદથી પાંચ વર્ષમાં 588 ગુના ઉકેલાયા


મુંબઇ,તા.30 નવેમ્બર, 2020, સોમવાર

રાજ્ય સીઆઇડીના ફિંગર પ્રિન્ટ સેન્ટરમાં કુલ ૬,૮૫, ૬૧૬ ગુનેગારોના ફિંગર પ્રિન્ટ ઉપલબ્ધ છે જેના આધારે  ૨૦૧૫થી ૨૦૨૦ સુધીના પાંચ વર્ષમાં પોલીસ કુલ ૫૮૮ ગુનાએ ઉકેલી નાંખી કુલ ૨૦૦ જણને સજા અપાવી છે. ગુનાના સ્થળેથી ફિંગર પ્રિન્ટ મેળવી તેને ડેટાબેઝ સાથે સરખાવી ગુનેગારને ઝડપી લેવું હવે સરળ બન્યુ છે. એક કેસમાં તો પોલીસ ઘરફોડીનો ગુનો ફિંગર પ્રિન્ટની મદદથી ફકત ૪૮ કલાકમાં ઉકેલી નાંખ્યો હતો.

 આ સંદર્ભે ફિંગર પ્રિન્ટ વિભાગનો એક પોલીસ અધિકારી અનુસાર જયારે કોઇ ગુનાને ઉકેલવામાં પોલીસને સફળતા ન મળે ત્યારે ફિંગર પ્રિન્ટ પર મદાર રાખવામાં આવે છે. આ સમયે જ  તેમની ભૂમિકા શરૃ થાય છે. દરેક વખતે કોઇપણ ગુનો થયા બાદ ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને ઘટનાસ્થળે બોલાવવામાં આવે છે. આ લોકો ઘટનાસ્થળેથી આરોપીના ફિંગર પ્રિન્ટની વિગત મેળવી તેને તેમના ડેટાબેઝ સાથએ સરખાવે છે.

મહારાષ્ટ્રમાં ફિંગર પ્રિન્ટ સેન્ટરનું  સંચાલન રાજ્ય સીઆઇડી  દ્વારા કરવામાં આવે છે. જેનુ મુખ્યાલયુ પુણેમાં છેે. ફિંગર પ્રિન્ટ સેન્ટરના ત્રણ વિભાગમાં મુંબઇ, નાગપુર અને ઔરંગાબાદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ૪૨ જિલ્લાના પોલીસ વિભાગ પાસે પણ ફિંગર પ્રિન્ટ સેન્ટર છે. આ ફિંગર પ્રિન્ટ સેન્ટરમાં તેમના વિભાગમાં પકડાયેલા અને સજા પામેલા દરેક આરોપીના અલગ-અલગ ૧૦ ફિંગર પ્રિન્ટની વિગત સાંચવી રાખવામાં આવી છે.

આ સંદર્ભે એક પોલીસ ઉચ્ચાધિકારીએ જણાવ્યું  હતું કે ગંભીર ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓના ફિંગર પ્રિન્ટ મેળવી રેકોર્ડ કરી રાખવામાં આવતા જોકે હવે બાયો-મેટ્ીક મશીનની મદદથી  આ કાર્ય ખૂબ જ સરળ બની ગયુ છે. હાલ મલાડમાં થયેલી એક ઘરફોડીમાં પોલીસે ગુનાના સ્થળેથી લીધેલા ફિંગર પ્રિન્ટ રેકોર્ડ સાથે મેચ કરતા એક અઠંગ ગુનેગાર અજય ઉર્ફે અપલુ ચિનપ્પા ધોત્રેને ૪૮ કલાકમાં પકડી પાડયો હતો. આ રીતે ફિંગર પ્રિન્ટની મદદથી પાંચ વર્ષમાં ૫૮૮  ગુનાઓને ઉકેલવામાં  મદદ મળી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VmygsE
via IFTTT

Comments