મુંબઇ : હાલ મુંબઇની લાઇફલાઇન લોકલ ટ્રેનોમાં અતિઆવશ્યક સેવાના કર્મચારીઓ સિવાય કોઇને પણ પ્રવાસની પરવાનગી ન હોવાથી હવે અતિઆવશ્યક સેવાના બનાવટી પાસ મેળવવાની શરૃઆત સામાન્ય પ્રવાસીઓ કરી છે. રેલવે સ્ટેશનો પર થઇ રહેલા ચેકિંગમાં ૧૦માંથી પાંચ પાસ બનાવટી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
સબર્બન રેલવેમાં પ્રવાસ કરવા માટે ઓળખપત્ર દેખાદ્યા બાદ જ ટિકિટ કે પાસ આપવામાં આવે છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) તેમની ટીસી દ્વારા પણ આઇડી કાર્ડની તપાસ કરવામાં આવે છે. તેથી બનાવટી ઓળખપત્ર ધરાવતા પ્રવાસીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરાતી હોવાની માહિતી રેલવેના અધિકારીઓએ આપી હતી.
રેલવે સ્ટેશનો પર તપાસ થઇ રહી હોય ત્યારે ઓળખપત્ર પરની માહિતી હવે ઓળખ પત્રધારકે આપતી માહિતામાં ફરક હોય છે. તેવા પ્રવાસીઓને આરપીએફ દ્વારા પકડી કાર્યવાહી કરાય છે. આરપીએફ આ બાબતે ગુનો નોધી તેને પોલીસને હસ્તાતરિક કરી દે છે. હવે બનાવટી ઓળખ પત્ર સ ાથે મુસાફરી કરનારા પ્રવાસીઓ વિરુદ્ધ રેલવેના કાયદા પ્રમાણે કલમ ૧૩ હેઠળ કાર્યવાહી કરાઇ રહી છે. આ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા અપાઇ હોવાની માહિતી મુંબઇ આરપીએફના કમિશનર કેસર માલિદે આપી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S3sXjc
via IFTTT
Comments
Post a Comment